Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?
સતાધાર જગ્યાના વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ ઝંપલાવ્યું છે. ગુરુભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે 11 મુદ્દા સાથે પત્ર લખ્યો. જેમાં ગીતાબેનના નામ સાથે જોડી અને વિવાદો થઈ રહ્યા છે તેને દુર કરવાની નૈતિક જવાબદારી ગુરૂભાઈ તરીકે પોતાની હોવાનું જણાવ્યુ. એટલું જ નહીં.. સીસીટીવી હેઠળ દાનપેટીના દાનની ગણતરી, સિક્યોરિટી ગાર્ડને છુટા કરી દેવામાં આવે.. ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીની છુટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઉભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચે પોતે ઉઠાવશે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં. નરેન્દ્ર બાપુએ એમ પણ કહ્યું છે મારૂ આપાગીગાના ઓટલાના મહંત અને સંત જીવરાજબાપુના શિષ્ય તરીકે આ જવાબદારી આપણા બંન્નેની છે. આપણે બંન્ને ગુરૂભાઈ અને ગુરુ પરંપરામાં આવતા શિષ્યો છીએ. જે હિસાબથી સતાધાર જગ્યામાં કાયમી ધોરણે દરેક વિષયોનો યોગ્ય નિકાલ થાય અને સમગ્ર સમાજના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર ભવિષ્યમાં ક્યારેય વિવાદમાં ન આવે તે રીતે કામગીરી કરવી જોઈએ.
હાલ સતાધારના ગાદીપતિ વિજય બાપુ છે. વિજય બાપુ પર તેમના જ મોટાભાઈ નીતિન ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. નીતિન ચાવડાના મતે વિજય બાપુ છે વ્યાભિચારી. વિજય બાપુને અનેક સ્ત્રીઓ સાથે આડા સંબંધો છે. સતાધારની ગાદી પર બેસીને વિજય બાપુએ કરોડોના વ્યવહારો પણ કરી રહ્યા છે. નીતિન ચાવડાએ તો આરોપ એવો પણ લગાવ્યો કે બાપુએ ત્રણ- ત્રણ વાર લગ્ન કર્યા છે. હાલ એક મહિલા જ સમગ્ર મંદિરનો વહીવટ ચલાવી રહ્યા છે. ન માત્ર મહિલા સાથે બાપુને આડા સંબંધ છે પરંતું વિજય બાપુની સીડી પણ બની ગયાનો તેમના જ ભાઈએ આરોપ લગાવ્યો. વિજયબાપુના કાળા કામોને ઉજાગર કરવા નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ તેમનું નિવેદન નોંધવા ઘરે પણ પહોંચી હતી.