Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વદે
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટી વટાવી છલોછલ ભરાયો છે. ચોમાસાની ચાલુ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાળિયેર અને ચૂંદડી અર્પણ કરીને નર્મદા નીરના વધામણા કર્યા. ગયા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે તો આ વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે ડેમ છલોછલ થયો છે. ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી 99 હજાર 159 ક્યુસેક પાણીની સતત આવક થતા પાંચ દરવાજા ખોલીને 60 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.. ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ. અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બર મહિનામાં 105 કરોડ યુનિટ વિજળીનું ઉત્પાદન થયું... ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે...




















