Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2
આપણે તમામ આવતીકાલે ધૂળેટી મનાવીશું. પણ આપણા રાજ્યના ધારાસભ્યોએ ગઈકાલે જ મનાવી લીધો રંગોત્સવ. આજથી શરૂ થનારી ચાર દિવસની રજા પહેલા વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યો અને પત્રકારો માટે વિધાનસભા સંકુલમાં રંગોત્સવનું ખાસ આયોજન કર્યું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને ક્વાંટના પારંપરિક નૃત્યો સાથે શરૂઆત થઈ રંગોત્સવની. બુધવારે વિધાનસભાની કાર્યવાહી પૂરી થતા જ ધારાસભ્યો પહોંચ્યા વિધાનસભા ભવનના પગથિયા પર. વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીનું જેવું આગમન થયું માનો માહોલ જ બદલાઈ ગયો. અબીલ ગુલાલની છોળો વચ્ચે ધારાસભ્યો ખુબ નાચ્યા-ઝુમ્યા. એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવી અને હોળીની શુભેચ્છાની આપ લે કરી.
જુનાગઢના ધારાસભ્ય અને જુનાગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ આમ તો શરૂઆતથી જ કેસરિયા રંગથી રંગાયેલા હતા.. પણ આ રંગોત્સવમાં તેમના ચહેરા પર ખુશી એટલે હતી કારણ કે ફરી એકવાર એમના શહેરમાં ભગવો લહેરાયો...રંગોત્સવના કાર્યક્રમમાં આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનારા એવા સંજયભાઈ ભલે જુનાગઢ ભાજપમાં જુથબાજી કંટ્રોલ કરવામાં બહુ હેરાન થયા હોય પણ અહીંયા તો વિપક્ષની મહદઅંશે ગેરહાજરી હતી અને જેટલા પણ હાજર હતા તેમાં કમસેકમ અહીં તો કેસરિયાથી જ પૂર્ણત: રંગાયેલા હતા...પછી તો કોઈ કસર જ ન રહે ને. પિચકારી નહીં, ડોલ અને તબળકા ભરી ભરીને રંગથી સંજયભાઈ સાથી ધારાસભ્યોને ભીંજવતા હતા.. જો કે, એમને રંગ તો વિધાનસભાના પગથિયાથી જ લાગી ગયો હતો....ઉત્તર ગુજરાત હોય ...મધ્ય ગુજરાત હોય...દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર.. તમામ ધારાસભ્યોથી રંગાતા પણ હતા. રંગતા પણ હતા અને અનુકુળ ગરબો વાગે તો ગાવા પણ લાગતા હતા.. કેમ કે, જુનાગઢમાં કોંગ્રેસમાંથી આવેલા ગિરિશ કોટેચાના પુત્ર હાર્યા અને કોટેચા પરિવારની હાલ તો ભાજપની રાજનીતિમાંથી બાદબાકી થઈ એટલે જ તો સંજયભાઈના ચહેરા પર કેસરિયાની ચમક વધુ વધી. નેતાઓના બદલાતા રંગની વચ્ચે આ નેતા તો અત્યારના રંગને ઓર્ગેનિક ગણાવે છે..





















