Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓનું 'ઢીશૂમ ઢીશૂમ' !
ગુંડાઓને પણ શરમાવે તેવા દ્રશ્યો સુરત ભાજપ કાર્યલયમાંથી સામે આવ્યા છે. બથમબથા, ગાળાગાળી, લાફાવાળી આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી. ભાજપ કાર્યાલયમાં આ છુટ્ટાહાથની મારામારી થઈ સુરતમાં ભાજપના ખજાનચી શૈલેષભાઈ જરીવાલા અને વરાછા વિસ્તારના ભાજપના જ સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે. આ વીડિયો ખુબ ચર્ચામાં છે. દિનેશભાઈ સાવલિયાનો ચા-નાસ્તાને લઈને પટ્ટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટ્ટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો. ત્યારબાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હોવાનો આરોપ છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભાજપની શિસ્ત સમિતિએ કડક વલણ અપનાવી બંનેને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. તો બીજી તરફ આ મામલે ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં વોર્ડ નંબર-2ના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીનો ગુનો નોંધાવ્યો છે...





















