Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલું ગૌરક્ષનાથ મંદિર....જ્યાં ગત રવિવારે તોડફોડ થઈ હતી...જેનો પોલીસે ભેદ ઉકેલ્યો....156 સીસીટીવી કેમેરા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરીને પોલીસે મંદિરના જ સેવક રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજાને ઝડપી પાડ્યા.....FSLની તપાસમાં સામે આવ્યું હતું કે, માત્ર કાચ તોડવાથી મૂર્તિ ખંડિત થવી શક્ય નહોતી....આટલી જગ્યામાંથી મૂર્તિ બહાર નીકળી શકે તેમ પણ નહોતું.... પોલીસે ડેમો કરીને તપાસ કરી.. બાદમાં શંકા જતા સેવક રમેશ ભટ્ટની આકરી પૂછપરછ કરી....તો રમેશ ભટ્ટે, અન્ય સેવક કિશોર કુકરેજા સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી....કિશોર કુકરેજા મંદિરમાં આવતી દાનની રકમમાંથી કટકી કરતો હતો...બંને આરોપીઓએ એવું વિચાર્યું હતું કે, તોડફોડ કરીએ તો મંદિર ચર્ચામાં આવશે...અને દાન વધશે....ઘટનાની રાત્રે બંન્ને આરોપીઓએ લોખંડના પાઈપથી કાચ તોડી મૂર્તિ ખીણમાં ફેંકી દીધી હતી.. અને સવારે મૂર્તિ ચોરાઈ ગયાનું નાટક કર્યું હતું...ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મંદિરમાં જ તેમજ ગિરનાર પર્વત પર વધુ સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની પોલીસે ખાતરી આપી છે..
અમદાવાદના પાલડીમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરના પૂજારી અને બે સફાઈકર્મી પર ચોરીનો આરોપ લાગ્યો....દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતના ઘરેણા ચોરી ત્રણેય આરોપી ફરાર થઈ ગયા....દેરાસરના સેક્રેટરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં પૂજારી મેહુલ રાઠોડ....સફાઈ કર્મી કિરણ અને તેની પત્ની પૂરી ઉર્ફે હેતલ વિરૂદ્ધ 1 કરોડ 64 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરી છે....મોડી રાત્રે પૂજારી મેહુલે સીસીટીવી કેમેરાની મેઈન સ્વીચ બંધ કરીને....કિરણ અને પૂરી સાથે મળીને ચોરીને અંજામ આપ્યાનો આરોપ છે.....ચોરીની ઘટનાની જાણ થતા દેરાસરના સત્તાધીશોએ મેહુલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.. હાલ તો પાલડી પોલીસે ત્રણેય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે...
નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં મંદિર ચોરી કરતી ગેંગના બે વ્યક્તિને ઝડપાયા....ગઈકાલે મટવાડ ગામમાં ભૂત બાપાના મંદિરમાં બંને ઈસમો ચોરી કરવા પહોંચ્યા હતા....મંદિરની દાનપેટીમાંથી અઢી હજાર રૂપિયાની ચોરી કરી ભાગવાનો પ્રયાસ કરતા હતા....ગ્રામજનો જોઈ જતા ચોરોને ઝડપી પાડ્યા...ભૂતકાળમાં મટવાડ ગામમાં આવેલ શિવમંદિર અને હનુમાન મંદિરમાં પણ દાનપેટીની ચોરી થઈ હતી....અવાર નવાર મંદિરોમાં ચોરી થતા ગ્રામજનોએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં અરજી આપી...
12 ઓક્ટોબરે ઓલપાડના તળાદ ગામે આવેલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ચોરી થઈ....ભગવાનને પહેરાવેલી દોઢ તોલાની સોનાની ચેન ચોરાઈ ગઈ....એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ચોરી કરી હોવાની આશંકા છે....ગામમાં લાગેલા સીસીટીવીમાં આ બંને ઈસમો કેદ થયા છે.....આ મુદ્દે ઓલપાડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી...
7 ઓક્ટોબરે અમદાવાદના નિર્ણયનગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા....ચાંદીનું છત્તર અને દાનપેટી ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા....ચોરી પહેલા તસ્કરોએ મંદિર બહાર રેકી કરી હતી....
વલસાડમાં તસ્કરો બેફામ બન્યા...12 ઓગસ્ટે વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પરના ચંડીકા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા..મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી માતાજીના સોના ચાંદીના શણગાર આભૂષણો અને ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા..ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી... ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા....મંદિરની દાન પેટી તોડી, જ્યારે મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોનાના દાગીનાઓની ચોરી કરી...
કોંગ્રેસના દાવા મુજબ મંદિરમાં ચોરીના બનાવ
વર્ષ 2020-23 સુધીમાં મંદિરોમાં ચોરીની 501 ઘટના
વર્ષ 2020-21માં 151 મંદિરમાં થઈ ચોરી
વર્ષ 2021-22માં 178 મંદિરમાં ચોરી
વર્ષ 2022-23માં 172 મંદિરમાં ચોરી
ત્રણ વર્ષમાં મંદિરોમાંથી 4 કરોડથી વધુ રોકડ અને મુદ્દામાલની ચોરી
મંદિરોની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચનાની માંગ




















