Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાના આરોપ સાથે કૉંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ થરાદ પોલીસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો.. થરાદ એસપી કચેરી બહાર મેવાણીએ ગ્રામજનો સાથે મોરચો માડીને થરાદ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા.. પહેલા સાંભળો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસ પર શું આરોપ લગાવ્યા..
જીજ્ઞેશ મેવાણીએ લોકોને સાથે રાખી યોજેલા ધરણા અને સૂત્રોચ્ચારને લઈ થરાદ પોલીસે મોટો ખૂલાસો કર્યો છે. દારુબંધીના નામે પોલીસ પર દબાણ લાવવા સુનિશ્ચિત કૃત્ય થયું હોવાનો મોટો ખૂલાસો થયો છે. પોલીસે આ મુદ્દે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ ઓક્ટોબર મહિનામાં થરાદ પોલીસે 32 લાખના વિદેશી દારુ કેસમાં ત્રણ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં થરાદ પોલીસ સ્ટેશનના જ પોલીસ કૉન્સ્ટેબલ મનોરકુમાર પાંચાજી રાઠોડની સંડોવણી ખૂલી પડતા આરોપીની અટક કરી જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.. પોલીસે સૌથી મોટો ખૂલાસો કર્યો છે કે થરાદ પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં થયેલા કૃત્યમાં આરોપી પોલીસ કૉન્સ્ટેબલના સગા સંબંધીઓ પણ વિરોધ કરતા નજરે પડયા હતા. પોલીસે જાહેર કરેલા ફોટોગ્રાફ્સમાં ધારાસભ્ય મેવાણી સાથે આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સ્વજનો વિરોધ કરતા નજરે પડે છે.....પોલીસે દરેક ફોટોગ્રાફમાં આ સ્વજનોની ઓળખ પણ કરી છે.....દારુબંધી બાબતની કડક કાર્યવાહીને અસર પહોંચા઼ડવા અને પોલીસને દબાણમાં લાવવા માટે આરોપીઓના સંબંધીઓ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ પૂર્વ આયોજીત કૃત્યું કર્યાનો પોલીસે દાવો કર્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી જનમાનસને ગેરમાર્ગે દોરવાનો કૃત્ય કર્યાનો પોલીસે આરોપ મુક્યો છે. પ્રાથમિક તપાસમાં વિરોધ પ્રદર્શન પૂર્વ નિયોજીત ષડયંત્ર હોવાનું પોલીસે જાહેર કર્યું છે, અને આ બાબતે વધુ તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે ધારાસભ્ય મેવાણીના કૃત્યને અશિષ્ટાચારી વર્તન ગણાવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીના હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ અને પોલીસના પટ્ટા ઉતરાવી લઈશ તેવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કર્યાનું પોલીસે પ્રેસનોટમાં જણાવ્યું છે. જનપ્રતિનિધિની ભાષા અને વર્તન સ્વીકાર્ય ન હોવાનું પોલીસે જણાવ્યું છે.. પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આવી ઘટનાને બિલકૂલ સાખી લેવામાં નહીં આવે તેવું જાહેર કર્યું છે.





















