Hun To Bolish: હું તો બોલીશ : જીવલેણ અસ્પૃશ્યતા
Hun To Bolish: હું તો બોલીશ : જીવલેણ અસ્પૃશ્યતા
અમરેલી જિલ્લામાં 16 મેએ બનેલી મારામારીની ઘટના હત્યામાં પરિણમી....લાઠી તાલુકાના જરખીયા ગામના નિલેશભાઈ રાઠોડ નામના યુવકનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.....નોંધાયેલી ફરિયાદ મુજબ...અનુસૂચિત જાતિના નિલેશભાઈ નમકીનનું પેકેટ ખરીદવા ગયા હતા...ત્યાં દુકાન પર એક બાળક બેઠો હતો...તે પહોંચે શકે તેમ ન હોવાથી નિલેશભાઈએ બાળકને પૂછ્યું કે, બેટા હું જાતે પેકેટ તોડી લઉં....બસ આટલું સાંભળીને દુકાનદાર આવ્યો અને કહ્યું તે મારા દીકરાને બેટા કેમ કીધું....તારી આવી હિંમત કહીને યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હુમલો કર્યો...જ્યારે સાથે આવેલા અન્ય ત્રણ યુવકોએ પણ દુકાન માલિકને ઢોર માર માર્યો....નિલેષ રાઠોડ નામના 20 વર્ષના યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે પહેલા સાવરકુંડલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો બાદમાં વધુ સ્થિતિ બગડતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...જ્યાં આજે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું....ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો હોસ્પિટલમાં એકઠા થયા....પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી યુવકના મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કર્યો...પીડિત પરિવારે જાતિ આધારિત અપમાન અને હુમલા અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે....ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 9 શખ્સોની ધરપકડ કરી છે...
પાટણ જિલ્લાના ભીલવણ ગામમાં 15 મેએ દલિત પરિવારે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું....જેમાં ડીજે વગાડવા મુદ્દે લઘુમતી કોમે માથાકુટ કરી...ત્યારબાદ વાત મારામારી અને તોડફોડ સુધી પહોંચી ગઈ....લગ્ન પ્રસંગમાં ચાલુ રાસગરબામાં ડીજે બંધ કરાવવા માટે 500 જેટલા લોકોનું ટોળુ ધસી આવ્યું....અને ઘર્ષણ સાથે મારામારી કરીને લૂંટ ચલાવવામાં આવી....ત્યારબાદ વાગડોદ પોલીસે 14 લોકો વિરૂદ્ધ નામજોગ તેમજ 500 લોકોના ટોળા વિરૂદ્ધ એટ્રોસિટી, મારામારી અને લૂંટ સહિતના ગુનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી....ઘર્ષણ કરવાના આરોપસર 4 આરોપીને ઝડપીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું....બીજી તરફ કૉંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઘટના બાદ ભીલવણ પહોંચ્યા...અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને બનાવની માહિતી મેળવી....ત્યારબાદ તેઓએ શું નિવેદન આપ્યું તે સાંભળી લઈએ...
14 મેએ બનાસકાંઠાના ડીસા તાલુકાનું પાલડી ગામે દલિતો સાથે ભેદભાવ રાખી અપમાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ....ગામમાં 28 થી 30 એપ્રિલના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો...જેમાં ગામમાં વસતા દોઢસો જેટલા દલિત પરિવારને બાદ કરતાં તમામ લોકો પાસેથી ફાળો વસૂલાયો...આરોપ હતો કે, દલિતોને બાદ કરતાં તમામ ગ્રામજનોને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું... દલિત આગેવાનોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં 20 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી...





















