Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
છોટા ઉદેપુર જિલ્લાના કોટાલી ગામ....જ્યાં ખનન માફિયા વિરૂદ્ધ ગ્રામ પંચાયતના મહિલા સભ્યએ માંડ્યો મોરચો....શકુબેન વસાવાએ જીવના જોખમે ખનન માફીયોના રેતી ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા.. બાદમાં ખાણ ખનીજના અધિકારીઓને બોલાવીને કાર્યવાહી કરવાના સૂચના આપી..... ખનન માફીયાઓ ટ્રેક્ટરમાં રેતી ભરીને સામા કાંઠે આવેલ માંગરોળ ગામે સ્ટોક કરતા હતા.. એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા શકુબેને આરોપ લગાવ્યા કે રજૂઆત છતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખનન માફિયાઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી.. કોટાલી, રતનપુર, ડમોલીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે... મે નદીમાં ઉતરીને ખનન માફીયાઓનો પીછો કર્યો..તો ખનન માફીયાઓ છથી સાત ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા....





















