(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની કરી દેવાઈ હત્યા. CCTVમાં કેદ થયા હત્યાના હચમચાવતા દ્રશ્યો. સામાન્ય તકરારમાં બોલેરો પીક-અપ વાનના ચાલકે એક વ્યક્તિને દોઢસો મીટર સુધી ઢસડીને કચડી નાખ્યો. વાત એવી છે કે, બેંકમાં પટ્ટાવાળા તરીકે કામ કરતાં જિતેન્દ્રભાઈ કંથારીયા. પોતાના પુત્ર સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે પૂરઝડપે આવતા બોલેરો પીકઅપ વાનના ચાલક મયૂર મેરે બાઈકને ટક્કર મારી. જિતેન્દ્રભાઈએ બોલેરો પીક-અપ વાનના ચાલકે ગાડી સાઈડમાં લેવા ટકોર કરતા માથાકૂટ થઈ. જિતેન્દ્રભાઈ ગાડીની સામે હતા. આ સમયે અચાનક બોલેરો પીક-અપ વાનના ચાલકે ગાડી ભગાવી. બોનેટ પકડી રાખ્યા બાદ જિતેન્દ્રભાઈ નીચે પટકાયા અને દોઢસો મીટર સુધી ઢસડાયા. પિતાને બચાવવા માટે પુત્રએ દોડ પણ લગાવી. આખરે બોલેરો પીક-અપ વાનના ચાલકે ગાડી ઉભી રાખી. બાદમાં પુત્રએ ઈજાગ્રસ્ત પિતાને બહાર કાઢ્યા. આ સમયે બોલેરો પીક-અપ વાન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો. જિતેન્દ્રભાઈને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસ ફરિયાદ થતાં ગણતરીના કલાકોમાં જ મયૂર મેર નામના બોલેરો પીક અપ વાનને દબોચી લેવાયો.