Hun To Bolish | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ
Hun To Bolish | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ
અમદાવાદના સરખેજનો ભારતી આશ્રમ....જ્યાં ગઈકાલે રાત્રે હરિહરાનંદ બાપુ પોતાના સમર્થકો અને બાઉન્સરો સાથે પહોંચ્યા... અને આશ્રમ પર કબ્જો જમાવ્યો.....સરખેજના આશ્રમનો દોઢ વર્ષથી ઋષિભારતી બાપુ વહીવટ સંભાળે છે... જો કે, બંને વચ્ચે વિખવાદ છે અને મામલો કોર્ટમાં છે...એવામાં રાત્રે હરિહરાનંદ બાપુએ આશ્રમ પર કબજો જમાવી ઋષિભારતી બાપુ પર આરોપ લગાવ્યા...કે, હોસ્ટેલ... જમીન સહિતના ભાડાઓમાં ઋષિભારતી બાપુએ નાણાની ઉચાપત કરી છે...સાથે જ એલાન કર્યું કે, હવેથી સરખેજના આશ્રમ પર મારો કબજો રહેશે.. એટલું જ નહીં... રામ ગઢવી નામના વ્યક્તિની આશ્રમના મેનેજર તરીકે નિમણૂક પણ કરી નાખી.. આજે આશ્રમના કાર્યાલયમાં હરિહરાનંદ બાપુએ પ્રવેશવનો પ્રયાસ કર્યો.. એ સમયે હરિહરાનંદ બાપુ અને ઋષિભારતી બાપુના સમર્થકો સામસામે આવી ગયા... પોલીસે સમર્થકોને આશ્રમમાંથી બહાર કાઢ્યા....આ તરફ ઋષિભારતી બાપુનું કહેવું છે કે, હું અંબાજી હતો.. ત્યારે આ ઘટના બની...ઋષિ ભારતી બાપુએ આરોપ લગાવ્યો કે, જ્યારે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી બાપુ દેવલોક પામ્યા....ત્યારે હરિહરાનંદ બાપુ મર્સિડિઝ ગાડી... રિવોલ્વર અને 42 લાખ રૂપિયા લઈ ભાગી ગયા હતા...ઋષિભારતી બાપુએ દાવો કર્યો કે, સ્વર્ગીય ભારતીબાપુએ જ મને સરખેજ આશ્રમનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો....જે આશ્રમને લઈ વિખવાદ છે... તે સરખેજના ભારતી આશ્રમની મિલકત 50 કરોડથી વધુ હોવાનો અંદાજ છે....