Hun To Bolish : હું તો બોલીશ : સરપંચના સિક્કાની બે બાજુ!
અરવલ્લીનું બાયડ. જ્યાં અમીયાપુરના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારના આરોપ લાગતા સરપંચના હોદ્દા પરથી દૂર કરી દીધા. સરપંચ હસીનાબેન અલ્પેશભાઈ પટેલ અનેક બાબતોને લઈ આવ્યા હતા ચર્ચામાં. ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન મિલકતોના નામ ટ્રાન્સફર સુધારા અંગેની કાર્યવાહીમાં સરકારી સહાયથી બનેલા આવાસ સંબંધિત અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાય ફેરફાર ન કરી શકાય. તેમ છતાં ફેરફાર કરી નાંખ્યો અને સરકારને સ્ટેમ્પ ડ્યુટીનું નુકસાન કર્યું. આટલું જ નહીં 15માં નાણાપંચની 19 લાખ રૂપિયાની ગ્રાન્ટ નહીં વાપરી ગ્રામજનોને વિકાસથી વંચિત રાખ્યા. મહિલા સરપંચે તો જે કામની વહીવટી મંજૂરી મળી ગઈ હતી તે કામ પણ પૂર્ણ ન કર્યા. ગ્રામ પંચાયતમાં મંજૂરી મહેકમ સિવાય પટાવાળા તરીકે વારસદારની ભરતી કરી હોદ્દાનો દૂરપયોગ કર્યો. આ ઉપરાંત ગામમાં રહેલા દબાણો દૂર કરવા પણ અનેક સૂચનાઓ છતાં દૂર કર્યા નહીં. તો સ્વચ્છતા મિશન અંતર્ગત પંચાયતોને સાધનોની ફાળવણી કરાઈ હતી પરંતું તેનો ઉપયોગ જ ન કર્યો... આવી અનેક ફરિયાદને લઈ આખરે જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત અધિનિયમ 1993ની કલમ 57/1 હેઠળ સરપંચ પદેથી દૂર કરવા હુકમ કર્યો...





















