(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | પૂંછડી વાંકી
એન્ટી કરપ્શન બ્યુરોએ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ મારૂને 1 લાખ 80 હજાર રૂપિયાની લાંચ લેતા તેમની જ ઓફિસમાંથી ઝડપી પાડ્યા. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવનારા જે તે સમયના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે ઠેબા હાલ જેલમાં બંધ છે. ત્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જગ્યા ખાલી પડતા સરકારે કચ્છમાં ફરજ બજાવી રહેલા અનિલ મારુની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક કરી હતી. આ સાહેબ ચાર્જ સંભાળ્યાના 45માં દિવસે જ એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં ફસાયા અને લાંચ માંગતા રંગેહાથ ઝડપાઈ ગયા. તેમના ટેબલ પરથી 50 હજાર રોકડનું કવર મળી આવ્યું...આ 50 હજાર કોની પાસે થી લાંચ લીધી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. લાંચિયા અધિકારી અનિલ મારુના ભાઈ-ભાભી પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. વતન કુકમા ગામે તેમના ભાભી સરપંચ છે. 2021માં તેમના ભાઈ ભાઈ 1 લાખ રૂપિયાની લાંચ માંગતા ઝડપાયા હતા. હાલ આ સાહેબ 45 દિવસમાં આપેલા ફાયર NOCની તપાસ શરૂ કરવામાં આવી છે. આજે કોર્ટે તેના 16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભલુ થજો એન્ટી કરપ્શન બ્યૂરોનું. કારણ કે હું જાણું છુ એન્ટી કરપ્શન બ્યૂરોના વડા શમશેરસિંહ ખુદ રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ પર નજર રાખી રહ્યા છે. તેમણે જ આપેલી પૂરી સત્તાથી સ્થાનિક ડીવાયએસપી કૃષ્ણદેવસિંહ ગોહિલ અને તેમની ટીમે ફરિયાદીનું મનોબળ વધાર્યું. અને ફરિયાદ દાખલ થઈ એટલે આ પકડાયો.