(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | શેયરબજારમાં કોનું ફૂંકાયું દેવાળિયું?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આશંકા વ્યક્ત કરી છે કે, શેયર બજારમાં ભારે ઉથલ પાથલ પાછળ કોઈ મોટું કારણ હોઈ શકે છે. તેમણે સેબી પર સવાલો ઉઠાવ્યા છે અને તેમના સોશિયલ મીડિયા X મારફતે ફ્યુચર એન્ડ ઓપશન F&O ટ્રેડિંગ વિશે નાના રોકાણકારોને થઈ રહેલા નુકસાન તરફ ધ્યાન દોર્યું. તેમણે પોસ્ટ કરી છે કે, "અનિયમિત F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ) ટ્રેડિંગમાં છેલ્લા 5 વર્ષમાં 45 ગણો વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં 90 ટકા નાના રોકાણકારોએ 1.8 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સેબીએ આમાં 'મોટા ખેલાડીઓ'ના નામ બહાર લાવવા જોઈએ. જેના કારણે આ પ્રકારનું ટ્રેડિંગ નાના રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે.''.તો બીજી તરફ નાણાકીય વર્ષ 2022થી 2024ના વર્ષનો સેબીનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે કે, ફ્યુચર- ઓપ્શનમાં ટ્રેડીંગ કરતાં વ્યક્તિગત 93% ટ્રેડરે છેલ્લા બે વર્ષમાં શેરબજારમાં પૈસા ગુમાવ્યા. 93% ટ્રેડર્સે સરેરાશ 2 લાખ રૂપિયાની નુકસાની કરી. 3.5% ટ્રેડર્સે સરેરાશ 28 લાખ રૂપિયાની નુકસાની કરી. માત્ર 1 ટકા ટ્રેડર્સે જ સરેરાશ 1 લાખ રૂપિયાથી વધુ નફો મેળવ્યો. વ્યક્તિગત ટ્રેડર્સે છેલ્લા 3 વર્ષમાં 50 હજાર કરોડ બજારમાં ગુમાવ્યા. ટ્રેડર્સના જોખમે સ્ટોક એકચેન્જ અને બ્રોકર માલામાલ થયા. ટ્રેડર્સના કારણે બ્રોકર્સને 25 હજાર 500 કરોડની આવક થઈ. સ્ટોક એક્સચેન્જોને ટ્રેડર્સના કારણે 10 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ. ફ્યુચર ઓપ્શનમાં 50 ટકા ટ્રેડર 4 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છે. દેશમાં બીજા ક્રમે ગુજરાત ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગમાં આવે છે. ફ્યુચર-ઓપ્શનમાં 11.6% ગુજરાતીઓ એટલે કે, 10 લાખ 11 હજાર ટ્રેડર્સ શેરબજારમાં સક્રિય છે. 2022ની સરખામણીએ 2024માં ટ્રેડર્સની સંખ્યા ડબલ થઈ. બે વર્ષમાં 107% ટ્રેડર્સ વધ્યા. ફ્યુચર-ઓપ્શનના 42 લાખ ટ્રેડર્સમાંથી અડધા નવા ટ્રેડર્સ છે. અને આ નવા ટ્રેડર્સમાંથી 92.1%એ શેરબજારમાં પૈસા ગુમાવી દીધા.