Hun To Bolish | હું તો બોલીશ | પીડિત પરિવાર પર નિશાન કેમ ?
કૉંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ. આજે કૉંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી રાજકોટ શહેર. ઐતિહાસિક ઢેબર ચોકમાં સંવેદના સભાનું આયોજન કરાયું. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. રાજકોટ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ લલિત વસોયા. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. કૉંગ્રેસની ન્યાય યાત્રામાં રાજકોટ અગ્નિકાંડ અને મોરબી ઝુલતા પુલ હોનારત કેસના પીડિત પરિવારો પણ જોડાયા. આ મોકે કૉંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા કે, તપાસ કમિટી તો ભીનું સંકેલો કમિટી બની ગઈ છે. કૉંગ્રેસે સવાલ કર્યો કે, જેલમાં બંધ મનસુખ સાગઠિયાને મળવા ભાજપ નેતા રમેશ રૂપાપરા ગયા. તો તેમની સામે તપાસ કેમ ન કરાઈ.. સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ગંભીર આરોપ લગાવ્યો કે, આગામી સમયમાં કેટલાક પીડિત પરિવારો ભાજપમાંથી મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડી શકે છે. કેમ કે, આંદોલન દબાવવા ભાજપ ચૂંટણી લડવાની પણ લાલચ આપી રહ્યું છે.