હું તો બોલીશ | વ્યાજખોરીના દૂષણનું દહન ક્યારે?
અમદાવાદમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજના આતંકના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. એવો જ એક કિસ્સો ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. છ વ્યાજખોરોએ મ્યુઝિક પ્રોડ્યુસર ને 10 થી 15 ટકા ઉંચા વ્યાજે 61 લાખ આપ્યા હતા 61 લાખની સામે 1.68 કરોડ વસૂલ્યા હોવા છતાં વધુ 2.20 કરોડની ઉઘરાણી કરતા હતા મ્યુઝિક પ્રોડ્યુસરના સંતાન નું અપહરણ કરી ઘર પડાવી લેવા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બાનાખટ કરાવ્યું હતું. જાણો સમગ્ર મામલો.
ચાંદખેડામાં વ્યાજખોરોએ મ્યુઝિક પ્રોડ્યુસરનું મકાન પચાવી લેતા નોંધાઇ ફરિયાદ..DMV નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થતા સંગીતકાર મિતેશ બારોટ વ્યાજખોરોના ચુગલમાં ફસાયા છે. સમગ્ર પ્રકરણમાં એસીપી ડી.વી. રાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મિતેશભાઇએ 2020 માં કંપની શરૂ કરવા માટે વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો પાસેથી 10 ટકાના વ્યાજે 5 લાખ રૂપિયા ઉછીનાં લીધા હતા... વ્યાજ સહિત લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં વ્યાજખોરો 50 લાખની માંગણી કરતા હતા.. છ વ્યાજખોરો પાસેથી ૧૦ થી ૧૫ ટકાના ઉંચા વ્યાજે 61 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજ સહિત 1.68 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મકાન પડાવી લેવા માટે ધમકી આપે છે. વ્યાજખોરો 1.68 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વધુ 2.20 કરોડની ઉઘરાણી કરતા હતા.





















