શોધખોળ કરો
આપ પીવાનું પાણી કેવા કન્ટેનરમાં સ્ટોર કરો છો? જાણો કેવા વાસણમાં રાખવાથી થશે ફાયદો
શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે શરીરમાંથી ટોક્સિકને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે. જેટલું પાણી પીવું જરૂરી છે તેટલો જ તેને સ્ટોર કરવાની રીત પણ મહત્વની છે. જી હાં આપ ક્યાં કેન્ટેનરમાં પીવાનું પાણી ભરો છે. તેનું મટિરિયલ્સ અને આકાર પણ ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ માટી કે તાંબાના વાસણમાં પાણી ભરવાની સલાહ આપે છે. કારણે કે માટીના વાસણમાં હવા જવાની જગ્યા રહે છે. જેનાથી પાણી કલાકો સુધી તાજુ અને ઠંડુ પણ રહે છે. આ પાણી પીવાથી ત્વચા અને એસિડિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. ઉપરાંત માટીના વાસણમાં પાણી ભરવાથી પાચન અગ્નિ તેજ થાય છે અને દોષોનું સંતુલન પણ બની રહે છે.
આગળ જુઓ





















