Ahmedabad Accident | બેફામ કાર ચલાવી યુવકને મોતને ઘાટ ઉતારનાર પ્રેમે શું કહ્યું? સાંભળો તેની જુબાની
Ahmedabad Accident | અમદાવાદના સિંધુ પર ભવન રોડ પર રાત્રિના બે કલાક દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ પ્રેમ માળી અકસ્માત સમયે થાર ગાડી ચલાવી રહ્યો હતો, જેની તેને કબુલાત કરી છે. 21 વર્ષનો પ્રેમ કોલેજમાં અભ્યાસ કરે છે અને હાલ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પીજીમાં રહેશે શિવરાત્રીનો ઉપવાસ હોવાના કારણે તે નાસ્તો કરવા સિંધુ ભવન તાજ હોટેલ પાસે તેના મિત્રએ ફોન કરીને બોલાવ્યો હતો. જેથી ઝડપાયેલ પ્રેમ માળીએ તેના મિત્રો મયુર ટાંક પાસેથી થાર ગાડી મેળવીને તાજ હોટલ પાસે ગયો. જે દરમિયાન એક બાઈક ચાલક વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો. પ્રેમ માળી નો દાવો છે કે જ્યારે અકસ્માત થયો તેમાં બંનેની ભૂલ હતી. અકસ્માત થયા બાદ એમ્બ્યુલન્સ મોડ પડવાના કારણે ઇનોવા કારમાં ઇજાગ્રસ્ત જયદીપ ને સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, સરસ્વતી હોસ્પિટલ બાદ બોપલ ICU હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો જે બાદ પ્રેમ માળી લોકોનો માર ખાવો ન પડે અને રોશનો ભોગ ન બનવું પડે તેના ડરથી તે ત્યાંથી ભાગી છુટ્યો હતો. પોલીસે ઝડપાયેલ આરોપી નુ નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઝડપાયેલા આરોપીએ નશો કર્યો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરશે. સાથે સાથે મૃતક સગીર વયનો હોવાના કારણે પોલીસ મૃતક ના પિતા સામે પણ ફરિયાદ નોંધ એ તેવી પણ શક્યતા છે.