Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બેવડી ઋતુની અસર રહેશે. 23 ડિસેમ્બરથી ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો નલિયામાં સૌથી નીચું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 15.5 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત (Weather Expert) અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ (Unseasonal Rain) સાથે થઈ શકે છે. જાન્યુઆરી (January) થી એપ્રિલ (April) મહિના સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત, જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ વકી છે. જોકે, ઉત્તરાયણ (Uttarayan) પર પવન સારો રહેવાના કારણે પતંગરસિયાઓ માટે ખુશીના સમાચાર છે.
ગુજરાતમાં શિયાળો (Winter) જામી રહ્યો છે ત્યારે હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે. ખાસ કરીને 21 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.





















