Ahmedabad Cold play Concert: ઘાટલોડિયા પોલીસે બ્લેકમાં ટિકિટ વેચતા બે આરોપીઓને દબોચ્યા
Ahmedabad Cold play Concert: ઘાટલોડિયા પોલીસે બ્લેકમાં ટિકિટ વેચતા બે આરોપીઓને દબોચ્યા
આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. કોન્સર્ટમાં ભાગ લેવા આવનાર લોકો ઓનલાઈન એપ્લિકેશનની માધ્યમથી બુકિંગ કરાવી રહ્યા છે. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો આવવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું કાળાબજાર પણ શરૂ કરી દેવાયું છે. યુવકોએ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી અને બાદમાં તેનું કાળાબજારી શરૂ કરી દીધું છે. એક ટિકિટ પાછળ 7500 રૂપિયાનો ફાયદો લઈ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.





















