Ahmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકો
Ahmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકો
ધંધુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું પચ્છમગામ ગામ જ્યાં આવેલ સરસ્વતી કુમાર બક્ષી પંચ છાત્રાલયમાં ભોગ બનનાર વિદ્યાર્થી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો. ગત 22 ફેબ્રુઆરી ના રોજ ભોગ બનનાર વિદ્યાર્થી દ્વારા તેને માર મારવામાં આવેલ તેવી ઘરમાં વાત કરતા વાલી દ્વારા તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવેલ. ત્યાર બાદ સમાજના આગેવાનોના કહેવાથી સમાધાન કર્યું હતું. બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ હકીકત સામે આવી, જેને લઈ ભોગ બનનારને વાલી દ્વારા પૂછતાં છેલ્લા 10 દિવસથી માર મારી હેરાન કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેવું ભોગ બનનાર વિદ્યાર્થી દ્વારા વાલીને જણાવેલ. આજે ભોગ બનનારના વાલી દ્વારા ધંધુકા પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ અને ભોગ બનનારના સગા દ્વારા જણાવેલ કે આમા હોસ્ટેલના સંચાલકોની બેદરકારી છે. સી.સી.ટી.વી. હોતાં છતાંય ડીલીટ કર્યાનો આરોપ પણ ભોગ બનનારના સગાએ લગાવ્યો. ટ્રસ્ટી ,ગૃહપતિ અને સિક્યોરીટી ગાર્ડની પણ બેદરકારી છે. તમામને કડકમાં કડક સજા થાય જેથી સમાજમાં દાખલો બેસે તેવી કરાઈ મીડિયા સમક્ષ માંગ.



















