Ahmedabad news: અમદાવાદની નવરંગપુરાની સમર્થ સ્કૂલ આવી ચર્ચામાં, બે વિદ્યાર્થિનીઓ ભેદી સંજોગોમાં ગુમ
અમદાવાદના નવરંગપુરાની સમર્થ સ્કૂલ વિવાદમાં આવી છે. સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ સ્કૂલે ગેરહાજર રહેલા સ્કૂલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારને જાણ થતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પણ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બંને વિદ્યાર્થિનીઓ મુંબઈથી હેમખેમ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો...બંને વિદ્યાર્થિનીઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થવાના ડરથી શાળાથી ગુમ થયાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું. બંને વિદ્યાર્થિનીએ કબૂલાત કરી કે પરિમલ ગાર્ડન પાસે પબ્લિક વોશરૂમમાં જઈ કપડા બદલી નાંખ્યા હતાં. જયાંથી બંને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પહોંચી હતી અને બસ મારફતે સુરત પહોંચી હતી. જ્યાંથી ટ્રેન મારફતે બંને મુંબઈના ચર્ચ ગેટ પહોંચી હતી. બંને પાસે ખર્ચના રૂપિયા ખૂટી જતા આખરે રાહદારીના ફોનથી પિતાને ફોન કર્યો. પિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ મુંબઈ પહોંચી અને બંનેને હેમખેમ પરત લાવ્યા.



















