(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad News | મકરબા વિસ્તારમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટને કરાયો સીલ
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટને કરાયો સીલ. દક્ષિણ ઝોનમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટના માલિકના નાણાં ભરપાઈ કરવાના બાકી હોવાથી કરાઈ કાર્યવાહી. બે લાખ 18 હજાર રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી મારવામાં આવ્યું સીલ.
અમદાવાદમાં અનેક ખાનગી જગ્યા અને ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રિના મોટા મોટા આયોજનો થયા છે. ત્યારે તેને જ લગતા એક મોટા સમાચાર મળ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એટલે કે સરખેજ-મકરબા વિસ્તારમાં એલ.જે કોલેજ પાસે ખુલ્લી જગ્યામાં આયોજીત થયેલા સૂવર્ણ નવરાત્રિ પંડાલ બહાર મનપાએ જાહેર નોટીસ મારી પંડાલને સીલ કર્યો છે. પંડાલ બહારની નોટીસ પ્રમાણે એસી ડોમમાં થયેા આયોજનની જગ્યા પર 2 લાખ 18 હજારનો વેરો ભરવાનો બાકી છે.જેથી અહીંયા કોર્પોરેશનને સીલ કર્યુ છે. જો કે વેરો ભરાયો હોવાનો દાવો કરી આયોજકો પ્રવેશ પાસની વહેચણી કરી રહ્યા છે. જે પણ લોકો પાસ લેવા આવે છે તેમને વેરો ભરાયાની રસીદ અને ડ્રાફ્ટની કોપી બતાવવામાં આવે છે.