(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad માં ડબલ મર્ડર કેસ બાદ પોલીસ વિભાગ હરકતમાં, સિનિયર સિટિઝનની યાદી કરાશે તૈયાર
દિવસે ને દિવસે સીનિયર સિટીઝનો પર વધતા ક્રાઈમને લઈને રાજ્ય પોલીસ અધિકારીએ સિનિયર સિટીઝન્સ માટે નમન આદર સાથે અપનાપનની વ્યવસ્થા ગોઠવવાના આદેશ પોલીસને આપ્યા છે..પોલીસ સ્ટેશનની હદમાં રહેતા સીનિયર સિટિઝન્સની યાદી તૈયાર કરાશે..અને વરિષ્ઠ નાગરીકનું નામ સહિત તેમના પરિવારજનોના, પાડોશીઓના નંબર અને સરનામા નોંધાશે. સાથે પોલીસ સિનિયર સિટીઝનના રોજીંદા વ્યવહાર માટે જે લોકોની મુલાકાત થતી હોય તેવા તમામ લોકો ના ડેટા મેળવી રેકોર્ડ પર રાખશે.સીનિયર સિટિઝનનો જરૂરી નંબર પણ સોંપવામાં આવશે.તૈયાર કરેલી યાદી પ્રમાણે પોલીસ પેટ્રોલિંગ સાથે સિનિયર સિટીઝન્સની મુલાકાત પણ કરવાની રહેશે.મુલાકાતની નોંધણી માટે અલગથી રજીસ્ટ્રર તૈયાર કરવાનું રહેશે.જો સિનિયર સિટિઝનને રોજીંદા જીવન માટે મદદ જોઈતી હોય તો પોલીસને તેમની મદદ કરવાની રહેશે.અને ઈરાદાપૂર્વક સિનિયર સીટીઝનોને તરછોડનારાઓને પોલીસ ત્રણ માસની કેદ કરશે.