Congress MLA Shailesh Parmar | ધારાસભ્ય શૈલેષ પરમારે અધિકારીરાજ ગુજરાતમાં ફાલ્યું હોવાનું નિવેદન આપ્યું
અમદાવાદ મનપાની સંકલન સમિતિમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો હલ્લાબોલ.એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સ્વિમિંગ પુલના કોન્ટ્રાકટર દ્વારા કૌભાંડ કર્યાના પુરાવા રજૂ કર્યા તો કોંગ્રેસના શૈલેષ પરમારે અધિકારીઓની આપખુદશાહી મામલે મુખ્યમંત્રી ને આગામી સંકલન સમિતિમાં હાજર રાખવા આપી ચીમકી
અમદાવાદ મનપાની સંકલન સમિતિમાં ભાજપ અને કોંગ્રેસે અધિકારીઓને ઘેર્યા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે AMC સંચાલિત અમુક સ્વિમિંગ પુલમાં કૌભાંડ ચાલતું હોવાની આશંકા દર્શાવી.2022 ના ઓક્ટોબર મહિનામાં લકી મેનેજમેન્ટ સર્વિસ નામની એજન્સીને AMC એ કોન્ટ્રાકટ આપ્યો હતો.ટેન્ડરની શરત અનુસાર એક કર્મચારીને કોન્ટ્રાકટરે માસિક 36000 ની રકમ ચુકવવાની હતી જેના બદલે કોન્ટ્રાકટ પરના કર્મચારીને 18000 ની રકમ ચુકવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ અમિત શાહે કર્યો.ટેન્ડરની શરત અનુસાર લકી મેનેજમેન્ટ સર્વિસ નામની એજન્સી દ્વારા 9 અધિકારી કમ કોચ,23 આસિસ્ટન્ટ સ્વિમિંગ લેડીઝ કોચ અને 26 જેટલા પાર્ટ ટાઈમ આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ રાખવાનો કોન્ટ્રાકટ અપાયો હતો.જે બાદ ધારાસભ્યને રજુઆત મળી હતી કે આ તમામ કર્મચારીઓને ટેન્ડરની શરતથી વિપરીત માત્ર અડધો પગાર ચૂકવાય છે.માસિક 36000 ની સામે 18000 રૂપિયા ચૂકવાયા છે.જ્યારે AMC એ બે વર્ષમાં 1.98 કરોડની રકમ લકી મેનેજમેન્ટ સર્વિસને ચૂકવી છે.જે મામલે કૌભાંડ કરી જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા અમિત શાહે માંગણી કરી છે.
આ તરફ વિધાનસભા ના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ અધિકારીરાજ ગુજરાતમાં ફાલ્યું હોવાનું નિવેદન આપ્યું.પોતાના મતવિસ્તારમાં ત્રણ ડેપ્યુટી કમિશનરો બદલાઈ જતા કામ અધૂરા રહે છે અને ઉત્તર મળતા ન હોવાથી આગામી સંકલન સમિતિમાં સીએમ ને હાજર રાખવા શૈલેષ પરમારે ચીમકી ઉચ્ચારી