Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
સરખેજ વિસ્તારમાં આવેલ આયમન 52 એપાર્ટમેન્ટમાં ફુડ ડિલિવરી બોયે દાદાગીરી કરી. શુક્રવારે સાંજે સાડા દસ વાગ્યે ઝેપ્ટોમાંથી એક ડિલિવરી બોય આવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોવાથી ડિલિવરી કરીને ડિલિવરી બોય બહાર નીકળી રહ્યો હતો. ત્યારે જ એન્ટ્રી કેમ ન કરી તે વાતને લઈને સિક્યોરિટી ગાર્ડ સાથે પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ. જે બાદ ડિલિવરી બોય અને તેના સાગરીતોએ સિક્યોરિટી ગાર્ડ પર જ જીવલેણ હુમલો કરી દીધો. મારામારી થતા ડિલિવરી બોયે પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા. 10થી વધુ લોકોના ટોળાએ એપાર્ટમેન્ટ પર પહોંચીને સિક્યોરિટી કેબીનમાં તોડફોડ કરી. સિક્યોરિટી ગાર્ડને ઢોર માર માર્યો.. સ્થાનિકોએ વચ્ચે પડીને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો.સરખેજ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ અરજી પણ આપી છે..





















