Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કર્યું ફાયરિંગ. ઘટના બની દાણીલીમડા વિસ્તારમાં. જ્યા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનાર કુખ્યાત મયુદ્દીન શેખને લઈ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે મયુદ્દીને પોલીસ કોંસ્ટેબલ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ સમયે ઝપાઝપી થતા અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા ગોળી મયુદ્દીનના પગમાં વાગી હતી. આ ઘટનાને લઈ થોડા સમય માટે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. બીજી તરફ મયુદ્દીનને સારવાર માટે માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યા તેનું ઓપરેશન કરાયું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ કોંસ્ટેબલ ભરતભાઈને પણ સારવાર માટે દાખલ કરાયા હતા..





















