Gujarat Heatwave : અમદાવાદમાં ગરમીનો પારો જઇ શકે છે 43 ડિગ્રીને પાર, જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Heatwave : અમદાવાદમાં ગરમીનો પારો જઇ શકે છે 43 ડિગ્રીને પાર, જુઓ હવામાન વિભાગની આગાહી
Heatwave forecast:વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી રાહત મળ્યા બાદ હવે 15 એપ્રિલથી ફરી તાપમાનનો પારો ઊંચે જતાં હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે, રાજ્યના માટોભાગના જિલ્લામાં તાપમાનનો પારો 40ને પાર પહોંચે તેવી શકયતા છે. ચારથી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક સ્થળે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે . કાલથી 4 દિવસ રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આજથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા બે દિવસમાં શહેરના મહતમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે. રવિવારે શહેરનું મહતમ 41.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી હોવાથી રાત્રે પણ ગરણી અનુભવાઈ હતી.
રાજ્યના છ સ્થળે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોચ્યો છે. રાજકોટ 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. તો કંડલા એયરપોર્ટ વિસ્તારમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. સુરેન્દ્રનગરમાં અગન વર્ષોનો અનુભવ કરાવતી ભીષણ ગરમી પડી રહી છે. અહીં તાપમાનનો પારો 42.3 ડિગ્રી પહોચ્યો છે. , અમરેલીમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.
હીટવેવની અસરના કારણે એપ્રિલ મહિનાની શરૂઆતથી અમદાવાદમાં આકરી ગરમી અનુભવાઇ રહી છે. એપ્રિલમાં 13 દિવસમાં આઠ દિવસ ગરમીનો પારો રહ્યો 41 ડિગ્રીથી વધુ... 10 એપ્રિલે સૌથી વધુ 43 પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયુંછે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી અંગ દઝાડતી ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે.પાંચ દિવસ આગ વરસાવતી ગરમી પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 3 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજકોટ 42.7 ડિગ્રી સાથે ગુજરાતનું હોટેસ્ટ શહેર રહ્યું. અમદાવાદમાં તાપમાન 2 દિવસમાં ચાર ડિગ્રી વધીને 41.6 પહોંચતા આકરી ગરમી લોકોને અકળાવી રહી છે.
તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. અંકલેશ્વર-હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિઝિબિલીટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.





















