Kinjal Dave: ગુજરાતી સિંગર કિંજલ દવેને હાઈકોર્ટથી મોટો ઝટકો, નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત
Kinjal Dave: ગુજરાતી સિંગર કિંજલ દવેને હાઈકોર્ટથી મોટો ઝટકો, નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત
નવરાત્રિમાં કિંજલ દવે નહીં ગાઈ શકે ચાર બંગડીવાળુ ગીત. કોપીરાઈટ વિવાદ મુદ્દે કોર્ટે 8 અઠવાડિયાનો આપ્યો સ્ટે. 'ચાર બંગડી' ગીત ગાવા પર 8 અઠવાડિયા સુધી સ્ટે. 2019માં રેડ રિબન કંપનીએ સિવિલ કોર્ટમાં કર્યો હતો દાવો. ચાર ચાર બંગડીવાળા ગીતના કોપી રાઇટ વિવાદનો મામલો.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રસિદ્ધ ગુજરાતી સિંગરને હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. સિંગર કિંજલ દવે નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડીવાળું ગીત. ગુજરાત હાઈકોર્ટે ગીત ગાવા પર 8 અઠવાડિયા સુધીનો સ્ટે આપ્યો છે. કોપીરાઇટનો કેસ કરનાર કંપની રેડ રિબને ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની રજૂઆત કરતા હાઈકોર્ટે આપ્યો સ્ટે. વર્ષ 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા સિવિલ કોર્ટમાં કરાયો હતો દાવો.




















