Bhikhusinh Parmar:ભિખુસિંહની ડંફાસ, પોતાના કાર્યકરોએ 200 મૃતદેહ કાઢ્યા હોવાનો ખાંટ્યો જશ
મોડાસામાં ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરતજહાંના પરિજનોને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાંત્વના પાઠવવા માટે મળ્યાં હતા. આ સમયે તેમણે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકર્તાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે પ્રશંસનિય માનવતાનું કામ કર્યું છે અને 200 મૃતદેહને બહાર કાઢ્યાં હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સાંત્વના પાઠવા ગયેલા મંત્રી ભીખુસિંહ પરમારે આવુ નિવેદન જશ લેવા અને ક્રેડિટ લેવા માટે આપ્યું હોવાની ચર્ચા જાગી છે.
ઉલ્લેખનિય છે કે 12 જૂન અમદાવાદમાં સર્જાયેલા ભયંકર વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓએ જિંદગી ગુમાવી છે. જેના પગલે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે મૃતકના પરિવારોની મુલાકાત લીદી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકનો આંકડો 275 પહોંચ્યો છે. હાલ ડીએનએ રિપોર્ટ માટેની કામગીરી ચાલી રહી છે.




















