Ahmedabad Heavy Rain : અમદાવાદ જળમગ્ન, ઠેર ઠેર ભરાયા પાણી
અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે.
ભારે વરસાદના કારણે ત્રણ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ
ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર ગરનાળા પાસે કમર સમા વરસાદી પાણી ભરાયા છે જેના કારણે થઈને લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી છે. વરસાદી પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી




















