Ahmedabad Accident News: અમદાવાદમાં ગંભીર અકસ્માત!, AMTS બસ રિપેર કરતા સમયે કચડાયા બે ફોરમેન
અમદાવાદના ઘોડાસર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક AMTS બસ બંધ પડી ગઈ હતી. બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ સિમેન્ટ ભરેલી એક મીની આઇસર ટ્રકે એક AMTS બસને જોરથી ટક્કર મારી. આ અકસ્માતમાં બંને બસની વચ્ચે ઉભા રહેલા બંને ફોરમેન દબાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરુ ઉડી ગયા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ફોરમેનના નામ હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે. AMTS વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, બંને આદિનાથ બલ્ક એજન્સીના ફોરમેન હતા. AMTS વિભાગ દ્વારા તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે.



















