Gujarat Rain Forecast : આજે 13 જિલ્લામાં વરસાદની આગાહી, 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Forecast : આજે 13 જિલ્લામાં વરસાદની આગાહી, 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બની રહ્યુ છે, આગામી દિવસોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી જશે, પરંતુ આ બધાની વચ્ચે આજે રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવનો ફૂંકાશે અને વરસાદ ખાબકશે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી ચોમાસાની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, જેઠ મહિનામાં જ વરસાદે ગુજરાતને ઘમરોળ્યુ છે, હવે અષાઢ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે સાથે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજના દિવસ માટે મોટી આગાહી કરતાં 13 જિલ્લામાં વરસાદ પડવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે, ખાસ વાત છે કે, આજે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટો આવશે. વરસાદ વરસવા છતાં આગામી પાંચ દિવસ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અનુભવાશે.




















