Chhath Puja 2025: અમદાવાદમાં છઠ પર્વની ઉજવણી, નિર્જળા ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય
રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયોએ કરી છઠપર્વની ઉજવણી. ઈન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ પૂજા ઘાટ ઉપર આવ્યા શ્રદ્ધાળુઓ. 48 કલાકના નિર્જળા ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય કરાયું અર્પણ. પરિવારની સુખ સમૃદ્ધિની કરી પ્રાર્થના
આજે છઠ્ઠ મહાપર્વની પૂર્ણાહૂતિ. ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોએ ઈન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજા ઘાટ ખાતે આજના દિવસે વિશેષ પૂજા- અર્ચના કરી. ડૂબતા સૂરજની સાથોસાથ આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતાની સાથે જ છઠ્ઠ પૂજાની પૂર્ણાહૂતિ થઈ. આજે ઉત્તર ભારતીયોએ ઉગતા સૂર્યની પૂજા કરી. ચાર દિવસના મહાપર્વમાં 48 કલાક નિર્જલા ઉપવાસ કરીને આજે છઠ્ઠ વર્તીઓએ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું. વહેલી સવારથી અમદાવાદના ઇન્દિરા બ્રીજ પાસે આવેલ છઠ ઘાટમાં વ્રતીઓ પૂજા કરીને ઘરના સુખ શાંતિ માટે કામના કરી.





















