Anand News : આણંદમાં જાહેરમાં ખંજરથી કેક કાપનાર મોઇન બાબાની ધરપકડ
Anand News : આણંદમાં જાહેરમાં ખંજરથી કેક કાપનાર મોઇન બાબાની ધરપકડ
આણંદમાં પોલીસને પડકાર ફેંકનારા મોઈન બાબાની ધરપકડ. મોઈનઉદ્દીન મલેકને પકડીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. જાહેરમાં ખંજરથી કેક કાપવાનો વીડિયો થયો હતો વાયરલ. પોલીસે વાયરલ વીડિયો બાદ મોઈનઉદ્દીન મલેકની કરી ધરપકડ. પેટલાદ પોલીસ મથકથી 50 મીટર દૂર જાહેરમાં કર્યું હતું કેક કટિંગ.
આણંદની પેટલાદ પોલીસ ને બુટલેગરે આપ્યો હતો ખુલ્લો પડકાર. પોલીસને ખુલ્લો પડકાર ફેંકવાનું યુવકને ભારે પડ્યું. જાહેરમાં ખુલ્લા હથિયાર સાથે કેક કાપી વિડિઓ કર્યો હતો વાયરલ. પોલીસે કરાવ્યું કેક કાપનાર મોઇનઉદ્દીન મલેકને કાયદાનું ભાન. પોલીસે તેની અટકાયત કરી ઘટના સ્થળે લઇ આવી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. હાથ માં ધારદાર છરા સાથે બુટલેગરે કાપી હતી કેક. પેટલાદ પોલીસે છરા પણ કબ્જે કર્યા. પોલીસ મથકથી 50 મીટર દૂર ખંજરથી કેક કાપી ઉજવ્યો જન્મ દિવસ. સાથે ટોળું ભેગું કરી ફોડ્યા હતા ફટાકડા. પેટલાદ પોલસ મથક નજીક શેરપુરા માં જાહેર રસ્તા પર બંને હાથમાં ખંજર વડે સંખ્યાબંધ કેક કાપી ફેલાવ્યો હતો ખોફ. હથિયારો સાથે જાહેરમાં રોફ મારતો વિડિઓ સોશિયલ મીડિયામાં કર્યો હતો વાયરલ. સોશિયલ મીડિયા માં વિડિઓ વાઇરલ થતા પેટલાદ પોલીસ આવી એક્શન. પોલીસે મોઇનઉદ્દીન મલેક ની કરી ગણતરી ના કલાકો માં અટકાયત.





















