Anand news: આણંદના ખંભાતમાં જુગારધામનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
ખંભાત નગરપાલિકાના હોલમાં જ જુગારધામ ધમધમતુ હોવાનો વીડિયો થયો વાયરલ.. સિંધી શોપિંગ સેન્ટર પાછળ આવેલા નગરપાલિકાન હોલમાં જ બે સ્થાનિકોએ છેલ્લા ઘણ સમયથી ખુલ્લેઆમ જુગારધામ ચલાવતા હોવાનો વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ.. જરા જુઓ આ વાયરલ વીડિયો.. હોલની અંદર જ ખુલ્લેઆમ જુગારધામ ચલાવવામાં આવી રહ્યુ હતુ.. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ગવારા પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર જ નગરપાલિકાનો હોલ આવે છે.. જ્યાં છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ચલાવવામાં આવી રહ્યુ હતુ.. છતા ન તો આણંદ પોલીસ કે ન તો સ્થાનિક પોલીસને જુગારધામની ગંધ પણ ન આવી.. જુગારધામનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા ખંભાત પોલીસ દોડતી થઈ છે..





















