Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ભયના માહોલ ફેલાઈ ગયો હતો... પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં 9:27 કલાકે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. હાલ કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળી રહ્યા નથી.
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
















