Bhavnagar Accident : ભાવનગરમાં કાર પલટી ખાઈને સળગી ઉઠી, મહિલાનું મોત, જુઓ અહેવાલ
Bhavnagar Accident : ભાવનગરમાં કાર પલટી ખાઈને સળગી ઉઠી, મહિલાનું મોત, જુઓ અહેવાલ
ભાવનગરમાં અકસ્માત બાદ કારમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે. વલ્લભીપુર-બરવાળા હાઈવે પર કારે મારી હતી પલટી. કાર પલટી ખાઈ ગયા બાદ લાગી આગ, એકનું મોત, 3ને ઈજા. કાનપર નજીક અકસ્માત, કારમાં ચાર લોકો હતા સવાર. મૃતક મહિલા સ્મિતા કત્રોડીયા સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત ત્રણ પૈકી એકની હાલત ગંભીર.
આ અંગેની વિગતો એવી છે કે, આજે એક કાર વલ્લભીપુર-બરવાળા હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પલટી મારી ગયા બાદ સળગી ઉઠી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.





















