Bhavnagar News : ભાવનગરના બગદાણામાં ભૂવા સામે નોંધાઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પાખંડી ભુવાની પાપલીલાનો પર્દાફાશ. અમરેલીના ગીર પીપળવા ગામના 50 વર્ષીય ધીરૂ ભુંકણ નામના ભુવા પર લાગ્યો છે 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનો. સાત મહિના અગાઉ પાખંડી ભુવા ધીરૂ ભુંકણે 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો. બાદમાં કોઈને વાત કરીશ તો માતાપિતા અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. પરિવારની આબરૂ અને પાખંડીની ધાકધમકીથી પીડિતા સાત મહિના સુધી ચુપ રહી. જો કે બાદમાં પીડિતાએ હિંમત કરીને પોતાની આપવીતી બહેનને જણાવી.. ત્યારે પીડિતાની બહેને મેડિકલ ચકાસણી બાદ બગદાણા પોલીસ સ્ટેશનમાં આરોપી ભુવા ધીરૂ ભુંકણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ થતા જ આરોપી ભુવો ફરાર થઈ ગયો. જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.





















