Bhavnagar Heavy Rains: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાને મેઘરાજાએ ધમરોળિયું છે. જેસર તાલુકામાં સવારે 6:00 થી બપોરના 12 વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝનના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી થતા જેસર તાલુકાના ગામડાઓમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી જ જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
અનરાધાર વરસાદ વરસતા ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં વરસાદી પાણી ઘુસી જતા ગ્રામજનો ફસાયા. રૂપાવો નદીના પાણી તલગાજરડામાં ઘુસી જતા ગ્રામજનો વરસાદી પાણીમાં ફસાયા હતા. ગ્રામજનો ફસાતા સ્થાનિક પોલીસ, એસડીએમ અને ડિઝાસ્ટર વિભાગની ટીમે તાત્કાલિક તલગાજરડા પહોંચીને ફસાયેલા ગ્રામજનોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા..




















