Gujarat Rain Update : ભાવનગરમાં મીની વાવાઝોડું, સૌરાષ્ટ્ર- દ. ગુજરાતમાં વરસાદ શરૂ
Gujarat Rain Update : ભાવનગરમાં મીની વાવાઝોડું, સૌરાષ્ટ્ર- દ. ગુજરાતમાં વરસાદ શરૂ
અમરેલીના રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, રાજુલામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે, રાજુલા તાલુકાના ડુંગર માંડલડોળિયા, બાલાપર વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદના વઢેરા, મીતીયાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.
ભાવનગરના તળાજા અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, દાઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઉચા કોટડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અલંગ, મણાર, ત્રાપજ ગામમાં પણ વરસાદ છે, સોસીયા, કઠવા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે, મહુવાના કોટિયા, કળમોદર, વાવડીમાં વરસાદી માહોલ જામ્યો છે, રતનપર, બગદાણા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે.
મુંબઈ બાદ ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રીના સંકેત મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદે એન્ટ્રી મારી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો છે, માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેસર, મહુવા, સિહોરમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અમરેલીના રાજુલા, ધારી પંથકમાં પણ વરસાદી માહોલ છે, આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, તાપી અને નવસારી જિલ્લામાં વરસાદ છે, સુરતના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ સૂકવવા મૂકેલી ડાંગર પણ વરસાદથી બરબાદ થઇ ગઇ છે.





















