Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Gujarat IPS transfer 2025: ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 105 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે. આ મોટા ફેરબદલના ભાગરૂપે, રાજ્યના 25 જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) અને ચાર મોટા શહેરના 32 નાયબ પોલીસ કમિશનરો (DCP) ની બદલી કરવામાં આવી છે, જે શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો એક પ્રયાસ છે.
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીમાં ભરૂચના પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણા, સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ, મહીસાગરના પોલીસ વડા તરીકે શફીન હસન અને અરવલ્લીના SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત, ડો. હર્ષદ પટેલને અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડર ઘણા સમયથી અટવાયેલા હતા અને હવે અધિકારીઓના પ્રદર્શનના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે.



















