AAJ No Muddo : આજનો મુદ્દો : ભૂતિયો કોન્ટ્રાક્ટ કર્મચારી
જામનગરની જી.જી. હોસ્પિટલ ફરી આવી વિવાદમાં.. સેનેટરી ઈન્સ્પેક્ટર મકસુદ પઠાણ અને વર્ગ ચારના કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ.. બંન્ને પર આરોપ છે કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી કામ પર ન આવતો હોવા છતા તેની ખોટી હાજરી પુરી. દર મહિનાનો પગાર પોતાના ખિસ્સામાં નાંખી દેવાનો. કિશન ગઢવી નામનો કર્મચારી છેલ્લા સાત મહિનાથી કામ પર નથી આવી રહ્યો. તેમ છતા રાજેન્દ્રસિંહ જાડેજાએ તેની ખોટી હાજરી પુરી. અને મકસુદ પઠાણે ગેરહાજર કર્મચારીની હાજર હોવાના પત્રક પર સહી કરી. સાત મહિના સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. બંન્ને આરોપી સાત મહિનાનો કુલ 89 હજાર 873 રૂપિયાનો પગાર પોતાના ખિસ્સામાં સેરવી લીધો. જો કે હોસ્પિટલના RMOએ બંન્ને વિરૂદ્ધ સરકારી નાણાની ઉચાપત કર્યાની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
















