AAJ No Muddo : આજનો મુદ્દો : સુરક્ષિત અમદાવાદમાં આવા પોસ્ટર કેમ?
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર મનાય છે.. પણ આ સુરક્ષિત શહેરના સોલા, ચાણ્કયપુરી જેવા વિસ્તારોમાં કેટલાંક એવા પોસ્ટરો જોવા મળ્યા જેને જોઈને લોકોના મનમાં ડર ઉભો થાય. સોશ્યલ મિડિયા પર પણ આ પોસ્ટર ખૂબ વાયરલ થયા. જેમાં લખવામાં આવ્યું હતું એ રંગલી.. રાતની પાર્ટીમાં જવાનું નહીં.. રેપ કે ગેંગરેપ થઈ શકે છે. બીજુ એક પોસ્ટર જેમા લખવામાં આવ્યું હતું એ રંગલા.. અંધારામાં સૂમસામ જગ્યા પર રંગલીને લઈને જવાનું નહીં.. રેપ કે ગેંગ રેપ થઈ જશે તો.. આવા બીજા પણ અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા.. વિવાદ વધ્યો અને સવાલો ઉઠ્યા કે આ પ્રકારની બિમાર માનસિકતા કોની છે.. કોણ અમદાવાદની સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યું છે. અમદાવાદના ટ્રાફિક વિભાગે સ્પષ્ટતા કરી કે સતર્કતા ગ્રુપ નામના કોઈ એનજીઓએ આ પોસ્ટર લગાવ્યા છે. જ્યારે ટ્રાફિક વિભાગ પાસે પોસ્ટર મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમાં ફક્ત ટ્રાફિક અવેરનેસની વાત હતી.. સોલા પોલીસ સ્ટેશનમાં આ એનજીઓ સામે ફરિયાદ પણ દાખલ કરાવી છે.




















