AAJ No Muddo : આજનો મુદ્દો : પેઈંગ ગેસ્ટની પારાયણ કેમ?
આ મુદ્દો કેમ તો અમદાવાદમાં એક ઘટના બની જેમાં સોસાયટીના સભ્યોએ પીજી બાબતે કેટલાક લોકોનો વિરોધ કર્યો તો અસામાજિક તત્વોએ તેમને મારમાર્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ પ્લાન પાસ વગરની બિલ્ડીંગને કોમર્શિયલ બતાવીને ગેરકાયદે ચાલતા PG અને કપલ્સ રૂમ વિરૂદ્ધ વાંધો ઉઠાવતા સોસાયટીના સભ્યોને કેટલાક શખ્સોએ માર માર્યો. આ મારામારીમાં સોસાયટીના એક સભ્ય ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો. મનહર સોસાયટીના સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં નક્કર કાર્યવાહીના બદલે માત્ર નોટિસ ફટકારી સંતોષ માન્યો. એટલું જ નહીં થોડા સમય પહેલા પણ આવી ઘટના બની હતી. અમદાવાદના ચાંદખેડામાં. જ્યાં ગ્રીન ગોલ્ડ સીટીમાં જ્યાં પીજીમાં રહેતા યુવકોએ બબાલ કરી હતી અને સ્થાનિક લોકો સાથે ગાળા ગાળી અને હાથ ચાલાકી કરી હતી.

















