Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહી
ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ નવરાત્રિમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે, કેમ કે હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે મોટી આગાહી કરી હતી. રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 ઓક્ટોબર આસપાસ રાજ્યમાં વરસાદની શક્યતાછે. 5થી 22 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં 7થી 12 ઓક્ટોબર વચ્ચે હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લે તેવી શક્યતા છે.
અંબાલાલના મતે 14 ઓક્ટોબરથી વાવાઝોડું મજૂબ થઇ શકે છે. જેના કારણે 17થી 19 ઓક્ટોબર વચ્ચે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 22 ઓક્ટોબરના રોજ બંગાળના ઉપ સાગરમાં પણ ચક્રવાતી તોફાનની શક્યતા છે. દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં સંભવિત ચક્રવાતની અસર થઈ શકે છે.