Vadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
સંસ્કારી નગરી વડોદરાને લજવે તેવી ઘટના ઊર્મિ સ્કૂલના પ્રાંગણમાં બની છે, સમાં સાવલી રોડની ઊર્મિ સ્કૂલ ખાતે રમાતી ક્રિકેટ મેચ દરમિયાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં ઘાયલ 4 વિદ્યાર્થીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
વડોદરા એટલે સંસ્કારી નગરી પણ સંસ્કારી નગરી ને લજવતી ઘટના વિદ્યાધામમાં બની છે. સમાં સાવલી રોડની ઊર્મિ સ્કૂલ ખાતે આજે સ્પોર્ટ્સ ડે હોવાથી ગુજરાતી માધ્યમના ધોરણ 10, 11 અને 12 ની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ પ્રાંગણમાં આવેલા ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ મેચ યોજાઇ રહી હતી જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ જીતવાની તૈયારીમાં હતા. તે દરમિયાન સામેની ટીમના ખેલાડીઓ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તમામ 50 જેટલા વિદ્યાર્થીઓ દોડીને ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા હતા અને જીત મેળવવા જઈ રહેલી ધોરણ 10ની વિદ્યાર્થીઓની ટીમના ખેલાડીઓને ઢોરમાર માર્યો હતો અને બેટ, સ્ટમ્પ અને પથ્થર મારી તેમની પર હુમલો કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં જે શાળાના શિક્ષક અમ્પાયર ઉભા હતા તેમને પણ વાગ્યું હતું. ઘાયલ ચાર વિદ્યાર્થીઓને સમા સાવલી રોડની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓની હાલ સારવાર સારી રહી છે. એક વિદ્યાર્થીના પિતાએ કહ્યું તેમના બાળકને ખેંચ આવે છે શાળાને જણાવ્યું હતું કે તેમનું ધ્યાન રાખવામાં આવે તો તેને પણ માથામાં પથ્થર મારવામાં આવ્યો છે આ મામલે તેઓ સમા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવશે. શિક્ષણના ધામ અને સંસ્કારી નગરીમાં આ પ્રકારની ઘટના બનતા ઊર્મિ સ્કૂલના સંચાલકો સામે સવાલો ઊભા થયા છે. પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી થશે જોકે પોલીસ ઊર્મિ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોની પૂછપરછ કરી હતી તો શાળા સંચાલકોએ હુમલો કરનાર વિદ્યાર્થીઓ ના વાલીઓ ને શાળાએ બોલાવ્યા છે.