Aravalli Police: ફિલ્મી ઢબે પીછો કરી બુટલેગરની અરવલ્લી જિલ્લા LCBએ કરી ધરપકડ
ફિલ્મી ઢબે પીછો કરી બુટલેગરની અરવલ્લી જિલ્લા LCBએ કરી ધરપકડ. ગુરૂવારે સાંજે LCBની ટીમે શામળાજી તરફ વાહનોનું ચેકિંગ કરી રહી હતી.. ત્યારે જ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને જોઈને ચાલકે ફુલ સ્પીડમાં બોલેરો ચલાવીને ભાગવાનો પ્રયાસ કર્યો. LCBની ટીમે પણ ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કર્યો. બોલેરો ચાલકે ટીંટસરથી જીવણપુર ત્રણ રસ્તા, શામળાજી આશ્રમ, પાલ્લા અને ટોરડા થઈને રામપુરી ગામની સીમમાં રોડની નીચે એક ખેતરમાં કાર ઉતારીને ઝાડી-ઝાંખરામાં થઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે LCBની ટીમે ડાલુરામ જાટ નામના રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડ્યો. જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ થયો. LCBની તપાસમાં કારમાંથી દારુ અને બીયરની 12 પેટીથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.. આરોપીની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા છે. જેની LCBએ શોધખોળ હાથ ધરી.



















