Geniben Thakor: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સી.આર.પાટીલ પર પ્રહાર
ધાનેરામાં યોજાયેલા નવા સરપંચોના અભિવાદન સમારોહમાં કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પર કર્યા શાબ્દિક પ્રહાર.
ધાનેરામાં યોજાયેલા નવા સરપંચોના અભિવાદન સમારોહમાં કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પર કર્યા શાબ્દિક પ્રહાર. સી.આર.પાટીલ પર આરોપ લગાવતા ગેનીબેન ઠાકોર કહ્યું ક સત્તા પર બેઠેલા લોકોએ વિચારવુ જોઈએ કે તેમણે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આખેઆખો દેશ વેચી માર્યો છે.. તમારો પેજ પ્રમુખ પણ કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોય છે અને સરકારમાંથી પ્રોત્સાહન પણ મળતુ હોય છે.. ગ્રામ પંચાયત એ પાયાની પંચાયત છે.. તેને બદનામ કરવાનું કામ ન કરો.. સાથે જ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જો પ્રદેશ કૉંગ્રેસ મને નાની મોટી જવાબદારી સોંપશે તો હું સ્વીકારીશ..















