VS Hospital Clinical Trial Scam: VSના ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે કૉંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો દાવો
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનો વિવાદ વધુ વકર્યો.. ચાંદખેડાના કૉંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ લગાવ્યો વધુ એક ગંભીર આરોપ.. ક્લિનિકલ રિસર્ચના દર્દી સાથે થયેલી ચર્ચાનો વીડિયો વાયરલ કરીને કોર્પોરેટર રાજશ્રી કેસરીએ લગાવ્યા આરોપ.. રાજશ્રી કેસરીનો આરોપ છે ક્લિનિકલ ટ્રાયલના દર્દી સાથે વાત કરતા દર્દીઓએ ત્રણ તબક્કામાં ટ્રાયલ થયા અંગે સ્વીકાર કર્યો.. સાથે જ આરોપ લગાવતા કહ્યું કે ક્લિનિકલ રિસર્ચમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં માહિતી જાહેર નથી કરવામાં આવી.. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં 213 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે.. જેની સામે 95 લોકોના મોત થયા છે.. જ્યારે પશ્ચિમ બંગાળમાં 120 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું જેમાં 53 લોકોના મોત થયા હતા.. એ જ રીતે આંધ્ર પ્રદેશમાં 10થી 14 વર્ષની બાળકી પર કરાયેલ ક્લિનિકલ ટ્રાયલમાં ચાર બાળકીના મોત થયા છે..

















