Vav Assembly By Poll 2024 | વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચાર
વાવ વિધાનસભા પેટા ચૂંટણી: કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થશે
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા હવે વાવ વિધાનસભાની બેઠક ખાલી થઈ છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર એ છે કે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હવે શરૂ થશે. આગામી 13 નવેમ્બરે વાવની ચૂંટણી યોજાશે. 21 ઓક્ટોબરે કોંગ્રેસ વાવ બાઠકને લઈ સેન્સ પ્રક્રિયા યોજશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગઈકાલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. તો 21મી ઓક્ટોબરે હવે કોંગ્રેસ પણ આ સેન્સ પ્રક્રિયા યોજશે. ખાસ કરીને વાવ ખાતે લોકનીકેતન જે સંસ્થા આવેલી છે તેમાં આ સેન્સ પ્રક્રિયા યોજાશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરક્ષકોની ભૂમિકામાં સહપ્રભારી સુભાષની યાદવ અને લોકસભા પ્રભારી બળદેવજી ઠાકોર તે નિરીક્ષક તરીકે રહેશે. એક વાગ્યાની આસપાસ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમની સાથે ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ અહીં ઉપસ્થિત રહેશે. જો કે કોંગ્રેસમાં હાલ તો દાવેદારોમાં મુખ્ય નામ ગુલાબસિંહ રાજપૂત , ઠાકરશી રબારી હોય અને કેપી ગઢવી આમ ત્રણ નામ મોખરે છે. તો ભાજપમાં 50 થી વધારે જે દાવેદારો છે તેને ગઈકાલે સેન્સ આપી દીધા છે. ખાસ કરીને વાવ વિધાનસભાની હાલ પેટા ચૂંટણીની જાહેરાત થતા બંને પક્ષો દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.